Coronavirus: વળી પાછા વધવા લાગ્યા કોરોનાના કેસ!, જાણો લેટેસ્ટ અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 74,383 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 70,53,807 પર પહોંચ્યો છે. જેમાંથી 8,67,496 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 60,77,977 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 918 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,08,334 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 74,383 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 70,53,807 પર પહોંચ્યો છે. જેમાંથી 8,67,496 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 60,77,977 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 918 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,08,334 પર પહોંચ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 લાખ ઉપર થઈ છે જેમાંથી 8.67 લાખ એક્ટિવ કેસ છે. આ બાજુ દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. એમ્સ (AIIMS) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) એ કહ્યું કે વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ (Pollution) ના સ્તર પર સતર્કતા વર્તવાનું કહ્યું છે.
India's #COVID19 tally crosses 70-lakh mark with a spike of 74,383 new cases & 918 deaths reported in the last 24 hours.
Total case tally stands at 70,53,807 including 8,67,496 active cases, 60,77,977 cured/discharged/migrated cases & 1,08,334 deaths: Union Health Ministry pic.twitter.com/Ynu0wOodzU
— ANI (@ANI) October 11, 2020
તેમણે કહ્યું કે જેટલું પ્રદૂષણ વધશે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ વધે છે. એમ્સના ડાઈરેક્ટરે કહ્યું કે અનેક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પ્રદૂષણ વધતા કોવિડ 19 વાયરસ હવામાં વધુ સમય સુધી રહે છે જે આપણા શ્વાસ લેતાની સાથે જ શરીરમાં પ્રવેશે છે. તેમણે કહ્યું કે હવે દેશ અનલોક થઈ રહ્યો છે જેનાથી પ્રદૂષણની સમસ્યા ફરીથી સામે આવી રહી છે. પરંતુ જો કોરોના વાયરસ અને પ્રદૂષણ બંને એક સાથે વધશે તો જનતા માટે મુશ્કેલી ઉભી થશે.
Recoveries in India cross 60-lakh mark. The five top States with maximum caseload (61% active cases) are also contributing more than half (54.3%) of the total recoveries: Union Ministry of Health pic.twitter.com/m5rLFpXbvf
— ANI (@ANI) October 11, 2020
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જે લોકોને શ્વાસ સંબધિત બીમારી જેમ કે અસ્થમા વગેરે છે તેઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમને ફેફસા સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેનાથી રોગીની બીમારી જટિલ બની શકે છે. તેમણે ચીન અને ઈટાલીના રિપોર્ટ લઈને કહ્યું કે ત્યાંના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યાં AQI 2.5થી વધુ રહ્યો ત્યાં કોરોના કેસમાં 8 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે